હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. આ ઠંડીથી બચવા લોકો જાતજાતના નુસ્ખાઓ અજમાવી રહ્યા છે. ઠંડીની સિઝનમાં લોકો એવા ફૂડની તલાશમાં હોય છે જેનાથી તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય. એમાં ખાસ કરીને ગોળ તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદો કરે છે. ગોળ એક એવી વસ્તુ છે જે તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો પહોંચાડે છે. ગોળ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન્સ, વિટામીન બી અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે ગોળ કેટલો ફાયદાકારક છે જાણો અહીં…
ઠંડીમાં ગોળ ખાવાના ફાયદા
ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે
ગોળ ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થવાને કારણે આપણે બીમાર પડી જઇએ છીએ. આ માટે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે. દરરોજ બપોરે જમ્યા પછી ગોળનો એક ટુકડો ખાઇ લો.
શરદીથી બચાવે
ગોળ તમે ઠંડીમાં રેગ્યુલર ખાઓ છો તો તમને શરદી થતી નથી. ગોળની તાસીર ગરમ હોય છે, જે ઠંડીમાં ખાવાથી શરદીમાંથી તમને રાહત મળે છે. ગોળ ખાવાથી ગળામાં આરામ મળે છે. આમ, જ્યારે તમને શરદી અને કફ થાય તો તમે ગરમ પાણી તેમજ ચામાં ગોળ મિક્સ કરીને પીઓ છો તો આરામ થઇ જાય છે. ગોળની ચા પીવાથી શરદી ઓછી થાય છે.
સાંધાના દુખાવા ઓછા કરે
ઠંડીની સિઝનમાં સાંધાના દુખાવા વઘારે થતા હોય છે. સાંધાના દુખાવાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. સાંધાનો દુખાવો જ્યારે થાય ત્યારે વ્યક્તિ સહન પણ કરી શકતો નથી. આમ, સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે અનેક લોકો પેન કિલર લેતા હોય છે. પેન કિલરથી હેલ્થને લાંબા ગાળે નુકસાન થાય છે. એવામાં તમે સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે રોજ ગોળ ખાવો જોઇએ.
આ માટે તમે એક ગ્લાસ દૂધમાં ગોળ મિક્સ કરીને પી લો. આમ કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મળે છે. આમ, જો તમને ઠંડીમાં બહુ દુખાવો થાય છે તો તમે આ રીતે ગોળનું સેવન કરો.
(નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.)