શું તમને પણ ઝડપથી ખાવાની આદત છે? શું તમે પણ બેઠાળુ જીવન જીવો છો? જો હા તો તમે જલદી જ મોટાપાનો શિકાર બનો છો. આપણી આ ગંદી આદતોથી આપણે મોટાપાનો શિકાર સમય કરતા પહેલા બની જઇએ છીએ. તો આજે અમે તમને એવી 5 ગંદી આદતો વિશે જણાવીશું જે તમારું વજન વધારવાનું કામ કરે છે. આ આદતો તમે બદલો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ આદતો મોટાભાગનાં લોકોમાં હોય છે. તો જાણી લો તમારી આ ખરાબ આદતો વિશે જે તમારે સુધારવાની જરૂર છે.
મોટાપા થવા પાછળની 5 ગંદી આદતો
ખાવાની વચ્ચેનો લાંબો ગેપ
ઘણાં લોકો ખાવાનું ખાવાથી બચે છે. આ સાથે જ અનેક લોકો ખાવાની વચ્ચે લાંબો-લાંબો ગેપ રાખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ રીત તમને મોટાપાનો શિકાર બનાવી દે છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. ઓછુ ખાવાથી મેટાબોલિઝમને સ્લો કરે છે જેના કારણે તમારું વજન વધી શકે છે.
ઝડપથી ખાવાનું ખાઓ અને પાણી પીવું
ઘણાં બધા લોકોને ઝડપથી ખાવાની આદત હોય છે. તમારી આ આદત તમને સમય જતા ભારે પડી શકે છે. આ સાથે જ ઘણાં લોકોને ખાવાની સાથે-સાથે વચ્ચે પાણી પીવાની આદત હોય છે. પાણી પીવાની આદત ખોટી છે. આ રીતે તમારી ડાયજેશન સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ સાથે જ ખાવાનું બરાબર પચતુ નથી અને તમે મોટાપાનો શિકાર બનો છો.
ચાલવાનો કંટાળો આવે
દરેક લોકોએ વોકિંગ માટે તો જવુ જ જોઇએ. રેગ્યુલર વોકિંગ કરવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. અનેક લોકો જમીને તરત જ બેસી જતા હોય છે. આમ દરેક વ્યક્તિએ જમવાનું જમ્યા પછી 10 થી 15 મિનિટ માટે વોકિંગ કરવુ જોઇએ. આમ કરવાથી ખાવાનું પચે છે અને વજન વધતુ નથી.
બેઠા-બેઠા મોબાઇલ પર વાત કરવી
ઘણાં લોકો લાંબા સમય સુધી મોબાઇલ પર વાતો બેઠા-બેઠા કરતા હોય છે. આમ, જો તમને મોબાઇલ પર વાત કરવી છે તો તમે ચાલતા-ચાલતા કરો જેથી કરીને વજન વધે નહીં.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)