હું નવો અને મોંધો શર્ટ પહેરીને
ઓફિસ ગયો તો
મને જોઇને તરત જ બોસ બોલ્યો,
વાહ નવો શર્ટ… શું આ શર્ટ તેં ખરીદ્યો છે?
મેં કહ્યું : ના સર…
મારા ભાઈએ ભેટમાં આપ્યો છે.
બોસ : ઓહ… તો ઠીક,
બાકી મને લાગ્યું કે
હું વધારે પગાર તો નથી આપી રહ્યો ને.
😅😝😂😜🤣🤪
એક ડોક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી
સ્ત્રીના પ્રેમમાં પડ્યો.
શું કરવું તે ન સમજાવાથી એણે
એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
મિત્રએ કહ્યું : એમાં શું? એને પરણી જા,
એટલે પત્યું.
ડોક્ટર : પરણી જાઉં કેવી રીતે?
એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે.
એને પરણું
તો પછી મારે મફત જ દવા આપવી પડે ને?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)