પર્સમાં વધુ પડતા કાગળ ના રાખવા જોઈએ. કોઈપણ પ્રકારના ખર્ચાઓનું લિસ્ટ ના રાખવું જોઈએ. દેવી દેવતાઓના ફોટો ના રાખવા જોઈએ.
વ્યક્તિની આદત હોય છે કે, તે રોજબરોજના નાના મોટા કાગળિયા તથા ફોટોઝ પર્સમાં રાખે છે.
આ આદતના કારણે જે વસ્તુ પર્સમાં ના રાખવી જોઈએ તે પણ પર્સમાં મુકી દે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં વધુ પડતા કાગળ ના રાખવા જોઈએ.
આ પ્રકારે કરવાથી વગર કામનો ખર્ચ થાય છે.
વાસ્તુ અનુસાર પર્સમાં કોઈપણ પ્રકારના ખર્ચાઓનું લિસ્ટ ના રાખવું જોઈએ.
પર્સમાં ઈષ્ટ ગરુ અથવા દેવી દેવતાઓના ફોટો ના રાખવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં દેવી દેવતાઓના ફોટો રાખવાને અશુભ માનવામાં આવે છે.
પર્સમાં પૈસા યોગ્ય પ્રકારે સાચવીને મુકવા જોઈએ.
પર્સમાં પૈસા વાળીને અથવા ઠુસીને રાખવા તે અશુભ ગણવામાં આવે છે.
વાસ્તુ અનુસાર પર્સમાં પૈસા યોગ્ય પ્રકારે મુકવામાં આવે તો વધુ ખર્ચાઓ થતા નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)