fbpx
Thursday, January 2, 2025

શુક્રવારે કરો આ 3 ચમત્કારી ઉપાય, ઘર ધનથી ભરાઈ જશે

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવારનો દિવસ મહાલક્ષ્‍મીને પ્રસન્ન કરવા, ધન આકર્ષિત કરવા અને બિઝનેસ શરુ કરવા માટે શુભ માનવામાં આવે છે. શુક્રવારનો સ્વામી શુક્ર ગ્રહ છે, જેને લક્ઝરી, લવ અને રોમાન્સનો સ્વામી માનવામાં આવે છે. આ દિવસ એ લોકો માટે ભાગ્યશાળી હોય છે જેની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાન અથવા સકારત્મક હોય છે. સારો શુક્ર વ્યક્તિને તમામ સુખ-સુવિધા આપે છે, જયારે ખરાબ શુક્ર વ્યક્તિને આર્થિક રૂપથી કમજોરકરે છે.

હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્‍મીનો દિવસ માનવામાં આવે છે.

માન્યતા છે કે મનુષ્યને ધન-સંપત્તિ માતા લક્ષ્‍મીની કૃપાથી પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે માતા લક્ષ્‍મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે. આ દિવસે પુરા વિધિ વિધાન સાથે વ્રત રાખી પૂજા અર્ચના જારવાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે જો પૂજા અર્ચના સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો લોકોને જીવનમાં ધનની કમી નહિ થાય. આજે જાણીએ શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી લોકોની આર્થિક તંગી દૂર થઇ શકે છે.

મા લક્ષ્‍મીની પૂજા માટે શુક્રવારનો દિવસ વિશેષ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે, “ઓમ શુમ શુક્રાય નમઃ” અથવા “ઓમ હિમકુન્દમૃણાંલાભં દૈત્યનાં પરમમ ગુરુમ સર્વશાસ્ત્રપ્રવક્તારમ ભાર્ગવમ પ્રણામમ્યહમ” મંત્રોનો જાપ કરો.

મંદિરની મુલાકાત લેવા અને મા લક્ષ્‍મીને સૌંદર્ય પ્રસાધનો અર્પણ કરવાથી ભાગ્યના દરવાજા ખુલી શકે છે. મા લક્ષ્‍મીને લાલ વસ્ત્ર, બિંદી, સિંદૂર, ચૂંદડી અને બંગડીઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.

શુક્રવારે મા લક્ષ્‍મીની પૂજા દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. શુક્રવારે કીડી અને ગાયને લોટ ખવડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ધનની દેવી લક્ષ્‍મીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે.

આ દિવસે પૂજા કર્યા પછી સફેદ વસ્તુઓનું દાન કરવાથી મા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. તેનાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે ખાંડ, સફેદ કપડું, કપૂર, દૂધ, દહીં અને અન્ય સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

શુક્રવારે શ્રીયંત્રની પૂજા વિધિ પ્રમાણે કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. શુક્રવારે દેવી લક્ષ્‍મીને મોગરા અત્તર ચઢાવો. કામમાં પ્રગતિ મેળવવા માટે ગુલાબનું અત્તર લગાવો.

દેવી લક્ષ્‍મીની સામે કેવડાનું અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે. ચંદનનું અત્તર ચઢાવવાથી ભાગ્ય વધે છે. રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles