આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા જેમની ગણતરી વિશ્વના શ્રેષ્ઠતમ વિદ્વાનોમાં કરવામાં આવે છે. તેમના દ્વારા રચિત ચાણક્ય નીતિ આજે પણ યુવાઓને માર્ગદર્શિત કરે છે. તેમણે જીવન સાથે જોડાયેલા તમામ વિષયો પર પોતાના વિચારોને વ્યક્ત કર્યા છે.
આચાર્ય ચાણક્યની નીતિઓમાં સુખી જીવનના રહસ્ય છુપાયેલા છે. જ્યારે ઉજ્જવળ ભવિષ્ય માટે સામાન્ય રીતે બધા પૈસા ભેગા કરે છે.
પણ કેટલાક લોકો એવા પણ હોય છે, જે લાખ પ્રયાસો બાદ પણ પૈસા જમા કરવામા અસમર્થ હોય છે. તેની કારણ તેમની ખરાબ આદતો પણ હોઈ શકે છે.
ચાણક્યના અનુસાર જે લોકો મોડા સુધી ઉંઘે છે તે લોકો પાસે પૈસા બિલકુલ પણ નથી ટકતા. કારણ કે મોડી રાત સુધી ઉંઘનારા લોકોનો મોટાભાગનો સમય ઉંઘવામા જાય છે. માટે તેમને ભવિષ્યમાં પણ ઘણી પરેશાનીઓ ઉઠાવવી પડે છે. સાથે જ આવા લોકોથી માતા લક્ષ્મી પણ નારાજ રહે છે.
કેટલાક લોકો ખૂબ જ આળસુ હોય છે. તેની અસર તેમના જીવન પર પણ પડે છે. ચાણક્યના અનુસાર, જે લોકોમાં આળસ હોય છે તેઓ ક્યારેય પણ ધન જમા નથી કરી શકતા. એવા લોકો આળસના કારણે ધનલાભની ઘણી તકો પણ ગુમાવી નાખે છે. જેનાથી તેમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
માણસોની સંગતની અસર તેના જીવન પર પડે છે. ખોટી સંગતના લોકો ખોટા રસ્તે ચાલે છે. ચાણક્યના અનુસાર જે લોકોની સંગત ખોટી હોય છે તે જીવનમાં ખોટી જગ્યાએ ફસાઈ જાય છે. સાથે જ આ લોકો પૈસાને ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે. માટે એવા લોકો પાસે પૈસા ક્યારેય નથી ટકતા.
ચાણક્યના અનુસાર જે લોકો મહિલાઓને અપમાનિત કરે છે તે લોકો પાસે ક્યારેય પણ પૈસા નથી રોકાતા. કારણ કે મહિલાઓનું અપમાન કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તે વ્યક્તિ કંગાળ થવાની રાહ પર આવી શકે છે. માટે ભૂલથી પણ આવું ન કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)