રાજેશના પપ્પા એક રવિવારે તેને પોતાની સાથે લઈ ગયા.
ત્યાં રાજેશને એક જગ્યાએ ભાજીપાઉં ખવડાવ્યા.
રાજેશને મજા પડી ગઈ.
રાજેશના પપ્પાએ ઘીમેથી કહ્યું : રાજેશ!
આજે આપણે ભાજીપાઉં ખાઘા તે વાત તું તારી મમ્મીને ન કરતો.
રાજેશે કહ્યું : પપ્પા! તમે એની જરાય ચિંતા ન કરતા.
હું આ વાત એકદમ ખાનગી રાખીશ.
જુઓને મારી મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે
મને દરરોજ પાણી-પૂરી ખવડાવે છે અને પોતે પણ ખાય છે,
છતાં આ વાત મેં અત્યાર સુધી તમને કરી નથી.
કારણ કે,
તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.
😅😝😂😜🤣🤪
પતિ (પત્નીને) : આ તે જેવી સાડી તું
ખરીદી લાવી છે.
મને તો આ સાડી જોઈને હસવું આવે છે.
પત્ની : ચિંતા નહીં,
બિલ જોઈને જરૂર તમને રડવું આવશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)