fbpx
Saturday, December 21, 2024

શું તમને શ્વાસની દુર્ગંધ અને દાંતની સમસ્યા છે? તો આ રીતે તુલસીનો પાવડર બનાવીને લગાવો

મોં આપણાં શરીરનો મહત્વનો ભાગ હોય છે. મોંથી આપણે ભોજન કરીએ છે ત્યારે આમાં કોઇ બીમારી હોય તો ભોજનમાં બેક્ટેરિયા જશે અને આપણાં બીજા અંગોને પ્રભાવિત કરે છએ. બીજા અંગોની જેમ મોંની સફાઇ કરવી પણ ખૂબ જરૂરી છે. મોંની પ્રોપર રીતે તમે સફાઇ કરતા નથી તો અનેક હેલ્થ ઇસ્યુ થવા લાગે છે. ઘણાં લોકો મોંની સફાઇ પ્રોપર રીતે કરતા નથી જેના કારણે અનેક બીમારીઓને આમત્રંણ મળે છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘણાં લોકોના મોંમાંથી વાસ આવતી હોય છે. આ વાત પર તમે પ્રોપર રીતે ધ્યાન આપતા નથી તો દાંત પડવા લાગે છે.

મોંમાથી વાસ આવવી અને દાંત નબળા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. મોટાભાગે આ આપણી લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલ હોય છે. મોંમાથી વાસ સિવાય લોહી આવવુ, પેઢામાં દુખાવો થવો, પેઢામાં લોહી નિકળવુ, દાંતમાં કેવિટી થવી તેમજ બીજા અનેક પ્રકારની સમસ્યાઓ આપણાં દાંત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો જાણો મોંમાથી આવતી વાસને દૂર કેવી રીતે કરશો.

મસ્ટર્ડ ઓઇલ અને મીઠાનો પ્રયોગ

મસ્ટર્ડ ઓઇલ અને મીઠું મોંમાથી આવતી વાસને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક ચમચી મસ્ટર્ડ ઓઇલમાં ચપટી મીઠું નાંખો અને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. આનાથી તમારા દાંત ચમકી જશે અને સાથે પેઢાની સમસ્યા પણ દૂર થઇ જશે.

તુલસીના પાન

તુલસીના પાનનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ આર્યુવેદિકમાં પણ છે. તુલસી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. મોંમાથી વાસને દૂર કરવા માટે તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે તુલસીના પાનને સુકવી લો અને પછી એનો પાવડર બનાવી લો. આ પાવડરથી દાંત પર મંજન કરો. આ પાવડર તમારા મોંમાથી આવતી વાસ દૂર કરે છે અને સાથે પેઢામાંથી નિકળતુ લોહી બંધ થઇ જાય છે.

આ ફળો ખાઓ

દરરોજ રૂટિનમાં સફરજન, નાસપતી, સંતરા જેવા અનેક પ્રકારના ફ્રૂટ્સ ડાયટમાં એડ કરો. આ ફળો તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles