સૂર્ય ગ્રહ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ પણ કહેવાય છે. જેમકે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકરસંક્રાંતિ કહેવાય છે. આ રીતે ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની ધન સંક્રાંતિ સાથે કમુરતા શરૂ થઈ જશે. એટલે કે આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય નહીં થાય. 16 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરી 2024 સુધી આ રાશિમાં ગોચર કરશે.
સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે બુધાદિત્ય રાજયોગ પણ બનશે કારણ કે ધન રાશિમાં પહેલાથી જ બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય રાજયોગ બનાવે છે અને આ રાજયોગ ખૂબ જ ફળદાયી હોય છે. ધન રાશિમાં બનતો આ રાજયોગ ત્રણ રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ રાજયોગના કારણે ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં લાભ થશે.
આ ત્રણ રાશિઓને બુધાદિત્ય રાજયોગથી થશે લાભ
મેષ રાશિ
મેષ રાશિના લોકોને બુધાદિત્ય રાજયોગ ખૂબ જ લાભ કરાવશે. આ રાશિના લોકોને દરેક ડગલે ભાગ્યનો સાથ મળશે. દરેક યોજના સફળ થશે અને ધન લાભ વધશે. બેંક બેલેન્સમાં વધારો થશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. યાત્રા પર જઈ શકો છો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને પણ બુધાદિત્ય રાજયોગ ફાયદો કરાવશે. આવકમાં વધારો થશે અને અચાનક ધન પ્રાપ્ત થશે. નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. પરિવાર સાથે સંબંધ સુધારશે. શાંતિની અનુભૂતિ થશે. સંપત્તિથી લાભ થશે. નોકરીમાં અટકેલું પ્રમોશન મળી શકે છે.
ધન રાશિ
આ રાશિમાં જ સૂર્ય અને બુધનો રાજયોગ બની રહ્યો છે તેથી આ રાશિના લોકો માટે આ યોગ વિશેષ ફળદાયી રહેશે. સૂર્ય અને બુધની યુતિથી ધન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પર્સનાલિટીમાં આકર્ષણ વધશે અને લોકો તમારાથી પ્રભાવિત થશે. કમાણીમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)