નવું વર્ષ આવી રહ્યું છે. 2023માં તમામ સમસ્યાઓને જોતા દરેક નવા વર્ષની નવી શરૂઆત કરવા માંગે છે. ખુશી અને પ્રગતિની ઉમ્મીદ રાખે છે. વધુ લોકો વર્ષની શરૂઆત મંદિરમાં પૂજા-પાઠ સાથે કરે છે. વર્ષના પહેલા દિવસે કેટલાક ઉપાય કરી તમે તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. જેનાથી તમારું આખું વર્ષ સુખ સુવિધાઓ પસાર થશે.
તાંબાના કળશથી જળ અર્પિત કરો: જો તમે નોકરીની તલાશ કરી રહ્યા છો તો, નવા વર્ષની સવારે તમે પૂજા-પાઠ કરો. તાંબાના કળશમાં જળ, ગોળ અને સિંદૂર ભેળવી સૂર્યદેવને અર્પિત કરો. સાથે જ ભજન, કીર્તનનો ભાગ બને છે. ઘર પર કેટલાક લોકો ભગવાનનો મહોત્સવ પણ કરે છે. કેટલાક નિયમો તમારા નવા વર્ષને સારું બનાવી શકે છે.
ઘર સજાવો: નવા વર્ષ પર ઘરની સાફ-સફાઈ કરો. ઘરમાં રોશની માટે ઝુમર, નવી નવી લાઈટો લગાવો. એનાથી ઘરમાં સુખ-સંપન્નતા આવે છે. નકારાત્મકતા દૂર થાય છે.
અન્ન-વસ્ત્ર દાન કરો: જ્યોતિષ અનુસાર નવા વર્ષની શરૂઆતમાં દાન કરો. ગરીબોને ભોજન કરાવો. વસ્ત્ર અને સાવ પાંચ કિલો ઘઉં દાન કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં અન્નનો ભંડાર રહેશે. તમારા પર માતા અન્નપૂર્ણાની વિશેષ કૃપા રહેશે.
સુખ સમૃદ્ધિ માટે કરો આ ઉપાય: નવા વર્ષમાં ઘરમાં સુખ સમૃદ્ધિ માટે તાંબાના કળશમાં પાણી ભરી એમાં થોડું કેસર ભેળવીને રાખો. અને કેસરયુક્ત શિવલિંગ પર અર્પિત કરો. સાથે જ જળ ચઢાવતી સમયે ૐ મહાદેવ નમઃ મંત્રનો શિવજીની સામે હાથ જોડી 108 વખત જાપ કરો. અને તમારી મનોકામના ભગવાનને કહો. શિવજીના વાહન નંદી(બળદ)ને ઘાસ ખવડાવો. સાથે જ કોઈ ઘાસ, રોટલી અને કઈ મીઠું ખવડાવો.
લાલ રંગના કપડાં પહેરો: હિન્દુ ધર્મમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. વર્ષના પ્રથમ દિવસે તમે જે કામ કરો છો તેની અસર આખા વર્ષ દરમિયાન થાય છે. તેથી ઘરની મહિલાઓએ નવા વર્ષમાં લાલ કપડા પહેરવા જોઈએ. લાલ રંગને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. નવા વર્ષ પર લાલ કપડા પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
શિવલિંગ પર અત્તર ચઢાવો: જો તમારા વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવા માટે નવા વર્ષમાં શિવલિંગ પર અત્તર ચઢાવો અને માતા પાર્વતીના પાંચ નામનો જાપ કરો. આ શક્તિશાળી નામોનો જાપ કરવાથી તમે તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો – મહેશ્વરી (ભગવાન શિવની શક્તિ), શાંભવી (શંભુની પત્ની), સત્યનદાસ વરૂપિણી, શાશ્વત આનંદ, સર્વવાહન (તમામ વાહનોની સવારી), આઘ (પ્રારંભિક વાસ્તવિકતા).
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)