fbpx
Saturday, December 7, 2024

મંગળવારે ભૂલથી પણ આ ન કરો આ કાર્ય, જીવન વિપત્તિઓથી ભરેલું રહેશે

સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. આ જ રીતે મંગળવારનો દિવસ ભગવાન શ્રી રામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનજીનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મહાબલી હનુમાનજીની પૂજા કરીને પોતાને કૃતાર્થ કરે છે. ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ મંગળવારે વિધિ-વિધાનથી બજરંગબલીની પૂજા કરે છે, તેમના જીવનમાંથી બધા જ સંકટ દૂર થઈ જાય છે. પરંતુ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. માનવામાં આવે છે કે મંગળવારે એવું કોઈપણ કામ ન કરવું જોઈએ, જેનાથી જન્મ કુંડળીમાં સમસ્યાઓ પેદા થાય. ત્યારે મનમાં સવાલ થાય કે મંગળવારે પૂજા કરતી વખતે શું ન કરવું જોઈએ? બજરંગબલીની પૂજાના નિયમ શું છે?

મંગળવારે ન કરો આ 6 કામ

મીઠું ન ખાવું

જ્યોતિષાચાર્ય અનુસાર, મંગળવારનું વ્રત કરનારા લોકોએ મીઠું ન ખાવું જોઈએ. સાથે જ આ દિવસે મીઠાઈનું દાન કરવાનો મહિમા છે. જો તમે દાન કરતા હોય તો તમારે મંગળવારે મીઠાઈ ન ખાવી જોઈએ. આવું કરવાથી બજરંગબલી નારાજ થઈ શકે છે.

વાળ અને નખ ન કાપશો

જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારે વાળ અને નખ કાપવાની મનાઈ છે. માનવામાં આવે છે કે મંગળવારે વાળ કાપવા, દાઢી કરવી, નખ કાપવા શુભ હોય છે. મંગળવારે આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં ધન અને બુદ્ધિની હાનિ થઈ શકે છે.

હવન ન કરો

હનુમાનજીની કૃપા આપણા પર જળવાઈ રહે, તે માટે પૂજા પાઠ અને હવન કરવામાં આવે છે. જોકે, મંગળવારે હવન ન કરાવવું જોઈએ. જોકે, હનુમાનજી સામે ચમેલીનું તેલ ચઢાવવું શુભ માનવામાં આવે છે.

પૈસાની લેવડ-દેવડ ન કરો

ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ અને કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી આર્થિક પરેશાનીઓ અને નુક્શાનની સંભાવના વધી જાય છે.

નોન વેજ અને આલ્કોહોલથી રહો દૂર

મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત છે, તેથી આ દિવસે સાત્વિક રહેવું જરૂરી છે. માનવામાં આવે છે કે જો તમે મંગળવારે દારૂ અને માંસનું સેવન કરો છો, તો તમારા કામમાં ચોક્કસ અવરોધો આવશે. જેથી તમારે મંગળવારના દિવસે દારૂ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ.

કાળા કપડાં ન પહેરો

મંગળવારે તમારે કાળા કપડાં ન પહેરવા જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે લાલ રંગના કપડાં પહેરવાથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આ ઉપરાંત કોઈ પણ યુવતી કે મહિલાએ મંગળવારે સૌંદર્ય પ્રસાધનોની ખરીદી ન કરવી જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles