fbpx
Tuesday, October 15, 2024

એરહોસ્ટેસ- સર તમે કિંગફિશરના પ્લેનમાં બેઠા છો વિજય માલ્યાના શ્રાધમાં નહીં.😊😄🤪

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…
પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!
બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!
ત્રીજા વર્ષે- ખાવાનું તૈયાર છે જ્યારે ખાવું હોય કહી દેજો!
ચોથા વર્ષે- મેં ખાવાનું બનાવ્યું છે, ખાઇ લેજો હું બહાર જાવ છું!!
પાંચમા વર્ષે- હું ખાવાનું નહીં બનાવું, હોટલથી લઇ આવ!
છઠ્ઠા વર્ષે- જ્યારે જોવો ત્યારે ખાવાનું-ખાવાનું હજી સવારે તો ખવડાવ્યું હતું!!!!
😊😄🤪
હવે વાંચો લગ્ન પછી પતિઓ કેવા બદલાય છે…
પહેલા વર્ષે- ડાર્લિંગ, સાચવીને, ત્યાં ખાડો છે!
બીજા વર્ષે- અરે યાર જોઈતો લે ત્યાં ખાડો છે!
ત્રીજા વર્ષે- દેખાતું નથી ત્યાં ખાડો છે!
ચોથા વર્ષે- આંધળી છે… ખાડો નથી દેખાતો???
પાંચમા વર્ષે- અરે ત્યાં ક્યાં મરવા જાય છે ખાડો તો અહીંયા છે!!!
😊😄🤪

એરહોસ્ટેસ- સર, શું લેશો??
બકો – પૂરી, શાક, લાડુ અને ખીર!
એરહોસ્ટેસ- સર તમે
કિંગફિશરના પ્લેનમાં બેઠા છો
વિજય માલ્યાના શ્રાધમાં નહીં.
😊😄🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles